Kajal Oza Vaidya Ni Vartao (Gujarati Edition)
78.75
INR
Book Details
Author(s)Kaajal Oza Vaidya
ISBN / ASINB07319L437
ISBN-13978B07319L433
Sales Rank29,314
MarketplaceIndia 🇮🇳
Description
“સ્ત્રીઓ શા માટે એકબીજાથી જુદી નથી હોતી?” પીપળાની નીચે બેઠેલા કૃષ્ણ મહાલયના આછા અંધકારમાં દ્રૌપદી સાથે ભજવાયેલું દૃશ્ય સ્મૃતિમાં લાવીને મનોમન વિચારી રહ્યા હતા... “કોઈ પણ યુગની, કઈ પણ વયની સ્ત્રી શા માટે એકસરખું વિચારે છે? શા માટે એકસરખું અનુભવે છે? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે? એમની ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે? એ ત્રણેય સ્ત્રીઓ, પ્રિયતમા... પત્ની... અને સખી. કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી કૃષ્ણને કહી રહી હતી, “અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે... તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને... અમારા પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે... અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...”










