Search Books

જાત ભણીની જાત્રા (Jat Bhaneenee Jatra)

Author ગુણવંત શાહ (Gunvant Shah)
Publisher R.R. Seth &sons
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN9380868901
ISBN-139789380868905
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

આત્મકથા લખવામાં ભારે જોખમ રહેલું છે.આત્મકથાનો આત્મા સત્ય છે અને સત્યને જોખમ સાથે જબરી ભાઈબંધી હોય છે.સદીઓથી માનવી સત્યની પજવણી વેઠતો રહ્યો છે. સત્ય એની સુરક્ષા પર પ્રહાર કરતું રહે છે. અસત્ય એને નિરાંતનો અનુભવ કરાવે છે. જેઓ નિરાંતને હડસેલો મારીને સત્યને વળગી રહ્યા, એવા સત્યપુરુષોને લોકો યાદ કરે છે. જો હરીશ્વન્દ્રે સત્યની પરવા ન કરી હોત તો એણે નિરાંતે રાજ્ય કર્યું હોત.જો રામે સત્યની પરવા ન કરી હોત તો ચૌદ વર્ષ માટે વનમાં જવાનો પ્રશ્ન જ ન હોત. જો સોક્રેટીસે સત્યનો આગ્રહ ન સેવ્યો હોત તો હેમલોક પીવાની નોબત ન આવી હોત. જો ઈસુએ છેલ્લી ધડીએ માફી માગી લીધી હોત, તો કદાચ કૂસારોહણ ટળી ગયું હોત. સત્યના આગ્રહને કારણે ગાંધીજી જીવનની અંતિમ ક્ષણ સુધી જોખમની ધાર પર જીવ્યા. સત્ય સ્ર્વભાવે જોખમકારક હોય છે અને અસત્ય સુરક્ષાદાયક હોય છે..